News Continuous Bureau | Mumbai
હવાના હળવા દબાવના પટ્ટા ને કારણે ભારત દેશના પશ્ચિમ વિસ્તારમાં વાદળાઓ આવ્યા છે. જેને કારણે મહારાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. IMDના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું હતું કે શનિવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો હતો, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતના ડાંગ, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે પવન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતના આ વિસ્તારમાં કરા પડ્યા.
ગોંડલ શહેર પંથકમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા વરસાદ પડ્યો. તેમજ પાંચિયાવાદર અને ડૈયા ગામમાં બરફના કરાનો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ચણા, ઘઉં, ધાણા, લસણ, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેના નજીકના વિસ્તારમાં ગડગડાટ, મીરા રોડમાં છુટા છવાયા ઝાપટા પડ્યા.
Join Our WhatsApp Community