ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
હાલ ભારતભરમાં રસીકરણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યાં એક એવી વાત સામે આવી છે કે જે જાણીને આશ્ચર્ય પામશો.
વાત જાણે એમ છે કે યુપીમાં રસીકરણ અભિયાન વચ્ચે એક વ્યક્તિ એવી પણ છે જેને 5 વખત રસી આપવામાં આવી હતી. તેને કાગળ પર રસી આપવામાં આવી છે. અને છઠ્ઠી રસીકરણની તારીખ પણ આવી ગઈ છે. આ વ્યક્તિ પાસે ઓનલાઈન રસીકરણના ત્રણ પ્રમાણપત્રો છે.
મેરઠના સરધનામાં રસીકરણના આ એક કેસે બધાને ચોંકાવી દીધા છે. અહીં 73 વર્ષના એક વ્યક્તિને સરકારી કાગળો પ્રમાણે પાંચ વખત રસી મળી. આ વ્યક્તિનું નામ ચૌધરી રામપાલ સિંહ છે. રામપાલે 16 માર્ચે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને બીજો ડોઝ 8 મે 2021 ના રોજ લીધેલો હતો. તેને રસીકરણનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેણે તેનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માંગ્યું તો તે મેળવી શક્યો નહીં.
અનેક હજાર કરોડ વેક્સીનના ડોઝ એક્સપોર્ટ વગર પડ્યા છે. આદર પુનાવાલા ટેન્શનમાં.
રામપાલ પોતાની ફરિયાદ લઈને આરોગ્ય વિભાગની કચેરીએ પહોંચ્યા હતા અને રસીકરણ સંબંધિત દસ્તાવેજો આપવાની માંગ કરી હતી. સર્ટિફિકેટ માટે તેઓ વારંવાર આરોગ્ય વિભાગના ચક્કર લગાવતા રહ્યા. જ્યારે તેણે સરકારી વેબસાઈટ પર તપાસ કરી તો તેના ત્રણ પ્રમાણપત્રો બહાર આવ્યા. પ્રથમ બે પ્રમાણપત્રમાં તેને બે ડોઝ મળ્યા છે. અને ત્રીજા પ્રમાણપત્રમાં તેને એક ડોઝ મળ્યો છે. ત્રીજા પ્રમાણપત્રનો આગામી ડોઝ ડિસેમ્બર 2021માં તેમને આપવામાં આવશે.
એક મીડિયાહાઉસને રામપાલે જણાવ્યા અનુસાર, આરોગ્ય કેન્દ્રમાં તેમને માત્ર પ્રથમ બે ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ આ મામલે તપાસની વાત કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે ટેક્નિકલ ટીમ પાસેથી જાણ કર્યા બાદ જાણવા મળશે કે આવી ટેકનિકલ ભૂલ શા માટે થઈ.
ઘાટકોપરમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો. ત્રણ પકડાયા; જાણો વિગત