News Continuous Bureau | Mumbai
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ ભારતીય-અમેરિકન નીલ મોહનને કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. નીલ મોહન સુસાન વોજસિકીની જગ્યા લેશે. સુસાન વોજસિકી નવ વર્ષ બાદ પોતાના પદ પરથી હટી રહી છે. તેમણે રાજીનામું આપી દીધું છે. નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. તેઓ સુસાન વોજસિકીના લાંબા સમયથી સહયોગી રહ્યા છે.
યુટ્યુબના સીઈઓ તરીકે નીલ મોહનની નિમણૂકથી દેશની પ્રતિષ્ઠા વધી છે. જો કે એવું નથી કે નીલ મોહન વિશ્વની મોટી કંપનીના પ્રથમ ભારતીય મૂળના સીઈઓ છે. આ પહેલા પણ આવા સેંકડો ઉદાહરણો છે, જેણે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.
આજે અમે એવી 15 મોટી કંપનીઓ વિશે જણાવીશું, જ્યાં મહત્વના હોદ્દા પર માત્ર ભારતીય મૂળના નાગરિકો જ બેઠા છે. તે માત્ર યુટ્યુબ, ગૂગલ અથવા માઇક્રોસોફ્ટ જ નહીં વિવિધ ક્ષેત્રોની ઘણી મોટી કંપનીઓ પણ સામેલ છે. આવો જાણીએ…
- સુંદર પિચાઈ, સીઈઓ ગૂગલ, આલ્ફાબેટ
ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનો જન્મ 1972માં ભારતના તમિલનાડુ રાજ્યમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જેઓ યુકેની કંપની GECમાં કામ કરતા હતા. સુંદરની માતા સ્ટેનોગ્રાફર હતી. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ સુંદરે IIT ખડગપુરમાં એડમિશન લીધું. અહીંથી તેમણે મેટાલર્જીમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી.
ત્યારપછી તેઓ યુએસએની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં એમએસ કરવા ગયા. એમએસ કર્યા પછી, તેમણે અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ વોર્ટનમાંથી એમબીએ પણ કર્યું. સુંદર પિચાઈ 2004માં ગૂગલમાં જોડાયા હતા. 2015 માં, Google Alphabet કંપનીનો ભાગ બન્યા અને પિચાઈ તેના CEO બન્યા.
આ સમાચાર પણ વાંચો : IPL 2023ની ઉદ્ઘાટન મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગુજરાત સાથે ટકરાશે આ ટીમ, પ્રથમ મેચ 31 માર્ચે.
- સત્ય નડેલા, સીઇઓ માઇક્રોસોફ્ટ
વિશ્વની પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના CEO ભારતીય મૂળના સત્ય નડેલા છે. સત્યનું પૂરું નામ સત્ય નારાયણ નડેલા છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1967ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદના અનંતપુર જિલ્લામાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. નડેલાના પિતા ભારતીય વહીવટી સેવામાં સિવિલ સર્વન્ટ તરીકે કામ કરતા હતા. નડેલાએ 1992માં માઈક્રોસોફ્ટમાં એન્જિનિયર તરીકે જોડાયા હતા. 4 ફેબ્રુઆરી, 2014 ના રોજ, તેઓ માઇક્રોસોફ્ટના સીઇઓ તરીકે નિયુક્ત કરાયા.
- લક્ષ્મણ નરસિમ્હન, સ્ટારબક્સના ભાવિ CEO
કોફી ચેઇન જાયન્ટ સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને તેના નવા CEO તરીકે જાહેર કર્યા છે. લક્ષ્મણ 1 એપ્રિલથી સંપૂર્ણ રીતે કંપનીનો કારભાર સંભાળશે. હાલમાં તેઓ વચગાળાના સીઈઓ હેઠળ કામ કરી રહ્યા છે. લક્ષ્મણ નરસિમ્હન, 55, અગાઉ ઇન્ફેમિલ બેબી, યુકે અને રેકિટ બેન્કિસર ગ્રુપ પીએલસીમાં વરિષ્ઠ હોદ્દા પર રહી ચૂક્યા છે. લક્ષ્મણ નરસિમ્હનનો જન્મ 15 એપ્રિલ 1967ના રોજ પુણેમાં થયો હતો અને તેઓ ત્યાં જ મોટા થયા હતા. તેમણે પુણે યુનિવર્સિટીની કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે ધ લોડર ઈન્સ્ટિટ્યૂટમાંથી જર્મન અને ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં એમએ કર્યું છે. તેણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી બિઝનેસમાં એમબીએ કર્યું.
- શાંતનુ નારાયણ, CEO, Adobe Inc
વિશ્વની પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપની Adobe (Adobe Inc) ના CEO પણ ભારતીય મૂળના છે. તેનું નામ શાંતનુ નારાયણ. શાંતનુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેની માતા અમેરિકન સાહિત્ય શીખવતી હતી. પિતાજીની પ્લાસ્ટિકના સામાનની કંપની હતી. શાંતનુએ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગમાં સ્નાતક, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી MBA અને બોલિંગ ગ્રીન સ્ટેટ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોબાઈલ ફોન એપલથી કરી હતી. આ પછી તે સિલિકોન ગ્રાફિક્સમાં પણ રહ્યો. બાદમાં તેણે ઓનલાઈન ફોટો શેરિંગ કંપની પિક્ટ્રાની સ્થાપના કરી. શાંતનુ એડોબમાં 1998માં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (વર્લ્ડવાઈડ પ્રોડક્ટ રિસર્ચ) તરીકે જોડાયા. 2007માં તેઓ તેના સીઈઓ બન્યા. તેઓ એડોબ ફાઉન્ડેશનના બોર્ડના પ્રમુખ પણ છે. 2011માં, તત્કાલિન યુએસ પ્રમુખ બરાક ઓબામાએ તેમને તેમના મેનેજમેન્ટ એડવાઈઝરી બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કર્યા.
- અરવિંદ કૃષ્ણા, CEO, IBM
અરવિંદ કૃષ્ણા વિશ્વની અગ્રણી આઈટી કંપનીના સીઈઓ છે. વર્ષ 2020 ની શરૂઆતમાં, IBM એ અરવિંદ કૃષ્ણને CEO પદ પર નિયુક્ત કર્યા છે. હૈદરાબાદમાં જન્મેલા અરવિંદ કૃષ્ણ સીઈઓ તરીકે ચૂંટાયા પહેલા IBMમાં ક્લાઉડ અને કોગ્નિટિવ સોફ્ટવેરના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા હતા. કૃષ્ણા 1990માં IBMમાં જોડાયા. IIT કાનપુરમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, કૃષ્ણાએ ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું. IBM દ્વારા 2018 માં US$34 બિલિયનમાં રેડ હેટના સંપાદનનો શ્રેય તેમને જાય છે.
આ સમાચાર પણ વાંચો : એ ગોઝારો દિવસ… જ્યારે આ દેશમાં વરસાદ અને ભૂકંપથી આવ્યું માટીનું પૂર, બાળકોથી ભરેલી આખી સ્કૂલ દટાઈ ગઈ, ગયા 1100 લોકોના જીવ..
- થોમસ કુરિયન, CEO ગૂગલ ક્લાઉડ
થોમસ કુરિયન ગૂગલ ક્લાઉડના CEO છે, જે ક્લાઉડ કમ્પ્યુટિંગના ક્ષેત્રમાં એક દિગ્ગજ કંપની છે. 2019 માં, થોમસને Google ક્લાઉડના CEO બનાવવામાં આવ્યા હતા. થોમસનો જન્મ 1966માં ભારતના કેરળના કોટ્ટાયમ જિલ્લાના પમ્પાડી ગામમાં થયો હતો. પિતાનું નામ P.C. કુરિયન અને માતાનું નામ મૌલી છે. તેમના પિતા કેમિકલ એન્જિનિયર અને ગ્રેફાઈટ ઈન્ડિયાના જનરલ મેનેજર હતા.
- સંદીપ કટારિયા, સીઈઓ, બાટા
સંદીપ કટારિયા ફૂટવેર ઉત્પાદક બાટાના CEO તરીકે કામ કરે છે. 126 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીયને આ કંપનીના CEO બનાવવામાં આવ્યા છે. કટારિયાએ એલેક્સિસ નાસાર્ડ પાસેથી કાર્યભાર સંભાળ્યો છે, જેમણે લગભગ પાંચ વર્ષ સુધી કંપનીના સીઈઓ તરીકે સેવા આપી હતી. કટારિયા વર્ષ 2020માં બાટા ઈન્ડિયાના સીઈઓ તરીકે કંપનીમાં જોડાયા હતા. અગાઉ તેણે યુનિલિવર, વોડાફોન જેવી કંપનીઓમાં કામ કર્યું હતું.
- લીના નાયર, સીઈઓ, ચેનલ
ભારતીય મૂળની બ્રિટિશ નાગરિક લીના નાયરને વર્ષ 2021માં ફ્રાન્સના મોટા ફેશન હાઉસ ચેનલની પ્રથમ મહિલા સીઈઓ તરીકે પસંદ કરવામાં આવી હતી. લીના અગાઉ યુનિલિવર સાથે 30 વર્ષથી કામ કરતી હતી. નાયર યુનિલિવરમાં હ્યુમન રિસોર્સ ચીફ હતા અને કંપનીની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય હતા.
- રાજ સુબ્રમણ્યમ, CEO, FedEx
અમેરિકાની જાયન્ટ કુરિયર સર્વિસ કંપની FedEx એ ભારતીય મૂળના રાજ સુબ્રમણ્યમને CEO તરીકે નિયુક્ત કર્યા છે. સુબ્રમણ્યમ મુખ્યત્વે ત્રિવેન્દ્રમ, કેરળના વતની છે. તેણે IIT બોમ્બેમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. વર્ષ 1989 માં, તેણે સિરાક્યુઝ યુનિવર્સિટી, ન્યૂયોર્કમાંથી એમટેક પૂર્ણ કર્યું. તેણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી માર્કેટિંગ અને ફાઇનાન્સમાં MBA પણ કર્યું છે. તેઓ 1991 માં FedEx માં જોડાયા. તેઓ FedEx કોર્પોરેશન, ફર્સ્ટ હોરાઈઝન કોર્પોરેશન, યુએસ ચેમ્બર ઓફ કોમર્સ ચાઈના એડવાઈઝરી બોર્ડ, ફર્સ્ટ, યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ અને યુએસ-ચાઈના બિઝનેસ કાઉન્સિલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહ્યા છે.
10. જયશ્રી ઉલ્લાલ, સીઈઓ, અરિસ્તા નેટવર્ક્સ
ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ કોમ્પ્યુટર નેટવર્કિંગ કંપની અરિસ્ટા નેટવર્ક્સના સીઈઓ છે. લંડનમાં જન્મેલી અને નવી દિલ્હીમાં ઉછરેલી, જયશ્રી ઉલ્લાલ અમેરિકન અબજોપતિ બિઝનેસવુમન છે. તે 2008 થી અરિસ્તા નેટવર્ક્સના સીઈઓ છે. જયશ્રીએ સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ત્યારબાદ તેણે સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી.
આ સમાચાર પણ વાંચો : યશ ચોપરાની ડૂબતી કરિયર ની નૈયા આ અભિનેત્રી એ લગાવી હતી પાર, કંપની બંધ કરવા સુધીની આવી હતી નોબત
આ પાંચ મોટી કંપનીઓમાં પણ ભારતીય મૂળના સીઈઓ છે
કંપની સીઈઓ
પાલો અલ્ટો નેટવર્ક્સ નિકેશ અરોરા
માઈક્રોન ટેકનોલોજી સંજય મેહરોત્રા
ઇનમરસેટ રાજીવ સુરી
ડેલોઇટ પુનીત રંજન
VMware રંગરાજન રઘુરામ
Join Our WhatsApp Community