શિક્ષણ બજેટમાં ઘટાડો
કમિશનર આઈ.એસ.ચહલે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, બેસ્ટની બસોની કામગીરીમાં સુધારો કરવા માટે અંદાજપત્રમાં રૂ. 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કમિશનરે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ‘મને આશા છે કે આવનારા દિવસોમાં બેસ્ટનું આર્થિક સ્વાસ્થ્ય સારું રહેશે. આ સિવાય પણ ઘણા સ્કેલમાં સુધારો જોવા મળશે. ઘણા પાયાના સુધારાઓ અમલમાં આવશે. આનાથી BMC પર બેસ્ટની નાણાકીય નિર્ભરતા ઘટશે. સાથે જ આ વખતે શિક્ષણના બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે. વર્ષ 2023-24માં શિક્ષણ માટે 3,347 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વર્ષ 2022-23માં આ હેડ હેઠળ રૂ. 3,370 ફાળવવામાં આવ્યા હતા. બજેટમાં મૂડી ખર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રૂ. 27,247 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે રસ્તા, પાણીના પ્રોજેક્ટ, ડ્રેનેજ સિસ્ટમ વગેરેમાં સુધારો લાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : 2023ની શરૂઆતથી જ કારના વેચાણમાં વૃદ્ધિ, મારુતિ સુઝુકીનું વેચાણ 12% વધી 1,72,535 યુનિટ્સ થયું
BMC બજેટની મોટી જાહેરાતો (BMC Budget 2023 Big Announcements)
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 3,545 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
દહિસર ટોલ નાકા, મુલુંડ ચેકનાકા, કાલા નગર, માનખુર્દ અને હાજી અલી જંકશન પર પાંચ એર પ્યુરીફાયર લગાવવામાં આવશે.
ઇલેક્ટ્રિક વાહનો માટે, BMCના જાહેર પાર્કિંગ વિસ્તારોમાં વધુ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે.
‘શાળા બહાર’ બાળકો અભિયાન માટે 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
પદયાત્રીઓને વધુ સારી સુવિધા આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દરેક નવ મીટર પહોળા રસ્તામાં પેવમેન્ટ મેપિંગ કરવામાં આવશે. જે રોડ પર ફૂટપાથ નથી તેમને ફૂટપાથ બનાવવામાં આવશે. આ સાથે જૂના ફૂટપાથનું સમારકામ કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ સરફેસ ડિઝાઇન પર આધારિત નવા CC પેવમેન્ટ્સ ફાસ્ટ ટ્રેક મોડ પર બનાવવામાં આવશે.
ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે રૂ. 1,060 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
BMC પાર્કિંગ એપની સુવિધા આપશે. મુંબઈવાસીઓ આ એપ દ્વારા અગાઉથી પાર્કિંગ સ્લોટ બુક કરી શકે છે.
બિલ્ડિંગ કન્સ્ટ્રકશન સાઈટ પર ધૂળના પ્રદૂષણને રોકવા માટે, જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે ત્યાં બહારના ભાગમાં ડસ્ટ સ્ક્રીન લગાવવામાં આવશે.