News Continuous Bureau | Mumbai
ભારતીય નૌકાદળના એક હેલિકોપ્ટરે મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. જોકે રાહતની વાત છે કે ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે.
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના કારણે તેને પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. નૌકાદળના પેટ્રોલિંગ જહાજ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીના પરિણામે ત્રણ ક્રૂ સભ્યોનો સુરક્ષિત બચાવ થયો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: આને સારી બાબત કહેવાય કે ખરાબ? લોકો ક્રેડિટ કાર્ડ થી બેફામ ખર્ચ કરી રહ્યા છે. આઉટ સ્ટેન્ડિંગ રકમ બે લાખ કરોડ પર પહોંચી.