News Continuous Bureau | Mumbai
Mumbai Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) એ મેટ્રો ટ્રેન ( Mumbai Metro ) નું ઉદ્ઘાટન કર્યું છે. હવે દહીસર થી અંધેરી તેમજ ડી એન નગરથી દહીંસર સુધીનો પ્રવાસ લોકો માટે સરળ બન્યો છે. જોકે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ આ મેટ્રોસેવા તત્કાળ શરૂ થવાની નથી. 20 તારીખે સાંજે ચાર વાગ્યે આ રૂટ પર પ્રથમ મેટ્રો ટ્રેન દોડશે. ત્યારબાદ સામાન્ય લોકો માટે આ પ્રવાસ શરૂ થશે.
કેટલા સમય અંતરે ચાલશે તેમ જ કેટલા વાગ્યા સુધી મેટ્રો દોડશે?
પ્રથમ મેટ્રો અંધેરી વેસ્ટ સ્ટેશનથી સવારે 6 વાગ્યે લાઇન 2A પર દોડશે અને છેલ્લી મેટ્રો રાત્રે 9.24 વાગ્યે ચાલશે. લાઇન 7ની પ્રથમ મેટ્રો ગુંદવલી સ્ટેશનથી સવારે 5.55 વાગ્યે શરૂ થશે અને છેલ્લી મેટ્રો સવારે 9.24 વાગ્યે થશે. પ્રથમ ત્રણ કિલોમીટર માટે ટિકિટ 10 રૂપિયા હશે અને ત્રણ કિલોમીટર પછી વધારાની ફી વસૂલવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, ત્રણથી 12 કિમી માટે 20 રૂપિયા, 12થી 18 કિમી માટે 30 રૂપિયા અને 24થી 30 કિમી માટે 50 રૂપિયા લેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નવી મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન. જાણો શું છે ખાસિયત.. તથા રૂટ અને ટ્રેનનું ટાઈમ ટેબલ