News Continuous Bureau | Mumbai
મરીન લાઇન્સ સ્ટેશન પર દક્ષિણ બાજુનો ફૂટ ઓવરબ્રિજ કે, જે પ્લેટફોર્મ નંબર 2/3 અને 4 ને દક્ષિણ બાજુએ જોડે છે અને જે મરીન લાઇન્સ રેલ ઓવર બ્રિજ સાથે સીધો જોડાયેલ છે. તે 15 ફેબ્રુઆરીથી સ્ટેશનમાં પ્રવેશ માટે બંધ રહેશે. કારણ કે આ ફૂટ ઓવરબ્રિજ નું નવીનીકરણ કરવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, મરીન લાઇન્સ સ્ટેશન પર સાઉથ ફૂટ ઓવર બ્રિજ તેની કોડલ લાઇફ પૂર્ણ કરી ચુક્યો છે. એટલે તેને તોડી પાડવામાં આવશે અને પુનઃનિર્માણ કરવામાં આવશે. એટલે આ FOB જાહેર ઉપયોગ માટે 15 ફેબ્રુઆરી 2023થી 30 નવેમ્બર 2023 સુધી બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો: શરદ પવારની પરવાનગી સાથે સવારે શપથ લેવાનો પ્લાન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ખુલાસો.
મુસાફરો પ્લેટફોર્મ નંબર 4 થી પ્લેટફોર્મ નંબર 2/3 અથવા તેનાથી વિપરીત મુસાફરી કરવા માટે મરીન લાઇન્સ સ્ટેશન પર અન્ય બે FOB એટલે કે મધ્યવર્તી અને ઉત્તરી FOB નો ઉપયોગ કરી શકે છે. મરીન લાઇન્સ રેલ ઓવર બ્રિજ પરથી પ્રવેશતા મુસાફરો માટે, પ્લેટફોર્મ નંબર 1 પર બુકિંગ ઓફિસની નજીક એન્ટ્રી આપવામાં આવશે, જ્યાં મુસાફરો સ્ટેશનમાં પ્રવેશી શકશે. અથવા પ્લેટફોર્મ નંબર 4 પર સ્ટેશનમાં પ્રવેશતા મુસાફરો માટે પ્લેટફોર્મ નં. 4 નજીક રેલ ઓવર બ્રિજની સીડીનો ઉપયોગ કરી શકે છે.
Join Our WhatsApp Community