News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં છે. તે જ સમયે, શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ ‘જવાન’ ની તૈયારી પણ શરૂ કરી દીધી છે. હાલમાં જ તે ફિલ્મના શૂટિંગના સંદર્ભમાં ચેન્નાઈ પહોચ્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ ના પહેલા દિગ્દર્શક એટલી કુમાર સાથે અને પછી ફિલ્મની અભિનેત્રી નયનતારા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. હવે શાહરૂખ ખાનની આ ફિલ્મ વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે.
‘જવાન’માં કેમિયો માટે સાઉથ ના આ સુપરસ્ટાર નો કરવામાં આવ્યો હતો સંપર્ક.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં સાઉથ એક્ટર અલ્લુ અર્જુનની એન્ટ્રી થઈ છે. અલ્લુ અર્જુન આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે અટલી કુમારે ફિલ્મમાં કેમિયો માટે અલ્લુ અર્જુનનો સંપર્ક કર્યો છે. જો કે, તેમના તરફથી હજુ સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અલ્લુ અર્જુન ફિલ્મ ‘જવાન’માં કેમિયો માટે હા કહેશે.
View this post on Instagram
‘જવાન’ની સ્ટારકાસ્ટ
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે, જેને લોકોએ ઘણો પસંદ કર્યો છે. શાહરૂખ ખાનનો લુક એકદમ ડરામણો અને અલગ છે. ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાન ઉપરાંત નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર અને યોગી બાબુ જોવા મળશે. ફિલ્મ ‘જવાન’ 2 જૂન, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો અલ્લુ અર્જુનની એન્ટ્રી ‘જવાન’માં થશે તો અન્ય સાઉથ સ્ટાર શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરશે.
Join Our WhatsApp Community