News Continuous Bureau | Mumbai
આર્મી રીક્રુટીંગ ઓફીસ,અમદાવાદ દ્વારા અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર તરીકે વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અગ્નીવીર જનરલ ડયુટી,ટેકનીકલ,ક્લાર્ક,ટ્રેડસમેન જેવા વિવિધ જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં ભરતી થનાર છે.
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાત મુજબ નવી પદ્ધતિ પ્રમાણે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત સમગ્ર ભરતી પ્રક્રિયા બે ફેજમાં યોજાશે જેમાં પ્રથમ ફેજમાં ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ MCQ પદ્ધતિથી લેખિત કસોટી લેવામાં આવશે. ત્યારબાદ શારીરિક માપદંડો અનુસાર ભરતી રેલી કરવામાં આવશે. અગ્નીવીર તરીકે વિવિધ જગ્યાઓમાં ૮ પાસ થી ૧૨ પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ૧૭.૫ થી ૨૧ વર્ષની વય ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી www.joinindianarmy.nic.in ઉપર તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૧૫ માર્ચ ૨૦૨૩ દરમ્યાન કરી શકાશે.
આ સમાચાર પણ વાંચો : મુચકુંદ ગુફા ખાતે ૨૫ જેટલા ગુ સંસાર ત્યાગી સન્યાસીઓ બન્યા .
ઓનલાઈન પરીક્ષા ૧૭ એપ્રિલ ૨૦૨૩ ના રોજ લેવાશે. આથી જીલ્લાના ઉપરોક્ત મુજબની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને અરજી કરવા જણાવવામાં આવે છે, વધુ માહિતી માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા તા.૧૫/૦૨/૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ થયેલ ઓફિસિયલ નોટીફીકેશન જોઈ લેવા સલાહ આપવામાં આવે છે, વધુ માહિતી માટે આર્મી રીક્રુટીંગ ઓફીસના હેલ્પલાઈન નંબર-૯૯૯૮૫૫૩૯૨૪ અને ૦૭૯-૨૨૮૬૧૩૩૮ તથા રોજગાર હેલ્પલાઇન નંબર- ૬૩૫૭૩૯૦૩૯૦ પર ફોન કરી માહિતી મેળવી શકાશે, તેવું જિલ્લા રોજગાર અઘિકારીએ જણાવ્યું
Join Our WhatsApp Community