Wednesday, June 7, 2023

સુશાંત સિંહ રાજપૂત ને ભૂલી ને આગળ વધી રિયા ચક્રવર્તી, સોનાક્ષી સિન્હાના એક્સ બોયફ્રેન્ડ ને કરી રહી છે ડેટ, સલમાન ખાન સાથે પણ છે ખાસ કનેક્શન

રિયા ચક્રવર્તી રિયાલિટી શોના સ્પર્ધક બંટી સજદેહને ડેટ કરી રહી છે. બંટી ફેશન ડિઝાઇનર અને સલમાન ખાન ના ભાઈ સોહેલ ખાન ની પૂર્વ પત્ની સીમા સજદેહ નો ભાઈ છે, તે રમતગમત અને મનોરંજન ઉદ્યોગમાં પણ સક્રિય છે.

by AdminM
after the late sushant singh rajput rhea chakraborty is now dating bunty sajdeh

 News Continuous Bureau | Mumbai

અભિનેત્રી રિયા ચક્રવર્તીને ( rhea chakraborty )  નવો પાર્ટનર મળ્યો છે. લાંબા સમયથી વિવાદોમાં રહેલી રિયા ચક્રવર્તી પણ હવે ટ્રેક પર કમબેક કરતી જોવા મળી રહી છે. તે જ સમયે, તેના જીવનમાં એક નવી વ્યક્તિનો પ્રવેશ થયો છે. પોતાના બોયફ્રેન્ડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ( sushant singh rajput ) મૃત્યુ પછી 2020 થી વિવાદોમાં રહેલી અભિનેત્રી હાલમાં બંટી સજદેહ ને ડેટ કરી રહી છે.

 કોણ છે બંટી સચદેવ

એક મીડિયા હાઉસ ના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તી રિયાલિટી શોના સ્પર્ધક બંટી સજદેહ ને ડેટ કરી રહી છે. બંટી રિયાલિટી સ્ટાર અને ફેશન ડિઝાઈનર સીમા સજદેહ નો ભાઈ છે, સીમા સલમાન ખાન ના ભાઈ સોહેલ ખાન એક્સ પત્ની છે. જે સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે એક મોટી ટેલેન્ટ મેનેજમેન્ટ સંસ્થા નો માલિક છે. રિયા ચક્રવર્તીએ આ ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે કામ કર્યું છે. જોકે બંટી અને રિયા એકબીજાને ઘણા સમયથી ઓળખે છે. જોકે, તેઓએ તાજેતરમાં જ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેએ આ વર્ષની શરૂઆતમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની અનેક બેઠકો પર ‘મોદી લહેર’, કોને ક્યાંથી મળી જીત? જુઓ આખું લિસ્ટ અહીં…

આ રીતે થઇ બન્ને ની મુલાકાત

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં રિયાએ ઘણી તપાસ એજન્સીઓનો સામનો કર્યો છે. આ દરમિયાન બંટીએ રિયા ચક્રવર્તીને દરેક પગલા પર સાથ આપ્યો છે. બંટીએ રિયાને જ્યારે તે તેના સૌથી મુશ્કેલ દિવસોમાં ટેકો આપ્યો હતો. આ દરમિયાન બંટીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જ્યારે રિયા ચક્રવર્તીને પોલીસ કસ્ટડીમાં અનેક તપાસનો સામનો કરવો પડ્યો હતો. રિયા ચક્રવર્તી વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળી હતી. રિયા 7 ઓક્ટોબરે બંટીની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, “તેઓ હાલમાં સાથે છે અને આ સમાચાર જાહેરમાં શેર કરવા માંગતા નથી.”બંટી અગાઉ અભિનેત્રી સોનાક્ષી સિન્હાને ડેટ કરતો હતો. સોનાક્ષી અને બંટી બંનેએ આ સંબંધ વિશે કોઈ પુષ્ટિ આપી નથી.

બંટી નું બોલિવૂડ ની આ અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે નામ

બંટીનું નામ બોલિવૂડની મોટી હસ્તીઓ સાથે જોડવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રિયા પહેલા બંટી શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહા અને સુષ્મિતા સેનને પણ ડેટ કરી ચૂક્યો છે. આ સિવાય તેનું નામ દિયા મિર્ઝા અને નેહા ધૂપિયા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. રિયા ચક્રવર્તી સાથે સંબંધ બાંધતા પહેલા તેણે લગ્ન કર્યા હતા. બંટીએ વર્ષ 2009માં ગોવામાં ગર્લફ્રેન્ડ અંબિકા ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. જોકે થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

આ સમાચાર પણ વાંચો: હિમાચલ ચૂંટણી : હિમાચલમાં કોંગ્રેસની વાપસી, કારમી હાર બાદ CM જયરામ ઠાકુરે લીધું આ પગલું

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous