News Continuous Bureau | Mumbai
આજકાલ લગ્ન અથવા અન્ય સમારોહમાં હવાઈ ફાયરિંગની ઘટનાઓ તો ખૂબ જોવા મળે છે, પરંતુ ભેટ તરીકે એકે-47 ગિફ્ટ મળે તો કેવું લાગે? સામાન્ય સંજોગોમાં બિલકુલ અશક્ય લાગતી આ ઘટના ખરેખરમાં બની છે પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં આવો અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં જમાઇને ( Pakistani groom ) લગ્ન પછી મંડપમાં જ તેની સાસુએ એકે-47 ગિફ્ટ ( wedding present ) ( AK-47 rifle ) આપી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
#સાસુ હોય તો આવી! #પાકિસ્તાનમાં #જમાઈને લગ્નના દિવસે એવી ભેટ આપી #AK47 … જોનારાઓની આંખો પહોળી થઇ ગઈ.. જુઓ #વિડીયો.. #pakistan #ak47 #groom #weddingpresent #viralvideo #newscontinuous pic.twitter.com/ZXCvjftPRd
— news continuous (@NewsContinuous) February 20, 2023
આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હન-વરરાજા એક સાથે સ્ટેજ પર બેઠા છે. પછી એક મહિલા સ્ટેજ પર આવે છે અને વરરાજાને અભિનંદન અને શુભેચ્છાઓ આપે છે. આ સાથે જ તે તેના એક સાથી પાસેથી એકે -47 એસોલ્ટ રાઇફલ લઈને વરરાજાને આપે છે.
આ સમાચાર પણ વાંચો : કડીના લગ્નમાં નોટોનો વરસાદ, આકાશમાં ઉડતી 500ની નોટો લૂંટવા લોકોએ કરી પડાપડી, જુઓ વીડિયો
આ સમય દરમિયાન લગ્નમાં ઉપસ્થિત લોકો જબરજસ્ત તાળીઓ પાડીને ચીયર્સ કરે છે. વરરાજા પણ રાઇફલ રાખે છે અને ફોટા માટે પોઝ આપે છે.
Join Our WhatsApp Community