News Continuous Bureau | Mumbai
IND vs AUS: ભારતે પ્રથમ બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ સામેના પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર ઈજાના કારણે બોર્ડર ગાવસ્કર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયો છે. દિલ્હીમાં રમાયેલી ટેસ્ટમાં વોર્નરને ઈજા થઈ હતી. વોર્નરની ઈજા ગંભીર છે અને તેની સારવાર કરાવવા તેને ઓસ્ટ્રેલિયા પરત ફરવું પડશે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા હજુ સુધી વોર્નરના બદલે કોઇ ખેલાડીની જાહેરાત કરવામાં આવી નથી.
હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી શરૂ થશે અને ચોથી ટેસ્ટ સિરીઝ અમદાવાદમાં 9 થી 13 માર્ચ સુધી રમાશે. ભારતે આ શ્રેણી જીતવી જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે ની બરાબરની માઠી બેઠી.. પાર્ટીનું નામ અને ચિન્હ બાદ હવે આ વસ્તુ પણ તેમના હાથમાંથી ગઈ, શિંદે જૂથે જમાવ્યો કબ્જો..