News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પુણેમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. પુણે-નાસિક હાઈવે પર એક વાને 17 મહિલાઓને કચડી નાખી છે, જેમાં 5 મહિલાના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. વાન દ્વારા કચડી નાખતા 14 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાં બેની હાલત ગંભીર છે.
પ્રાથમિક માહિતી મુજબ આ તમામ મહિલાઓ રસોઈયા તરીકે કામ કરે છે. સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ તે એક કાર્યક્રમમાંથી પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહી હતી. પુનાની બસમાંથી ખારપુડી ફાટા પર ઉતરી. દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. પુણે તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી વાને મહિલાને જોરદાર ટક્કર મારી હતી. મહિલાઓને ટક્કર માર્યા બાદ વાહન ચાલક ડિવાઈડર તોડીને વાન લઈને ફરાર થઈ ગયો હતો. હવે પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો: શરદ પવારની પરવાનગી સાથે સવારે શપથ લેવાનો પ્લાન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ખુલાસો.