News Continuous Bureau | Mumbai
એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા દેવેન્દ્ર ફડણવિસે ( Devendra fadnavis ) કહ્યું હતું કે પોલીસ કમિશનર મને જેલમાં ધકેલી દેવાની હિંમત ન કરી શક્યા, ન તો ગૃહમંત્રીના આદેશનું પાલન કરી શક્યા. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે મને ધરપકડ કરવાની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી હતી. આ સંદર્ભે ઉદ્ધવ ઠાકરેને ( uddhav Thackeray ) કોઈ પણ માહિતી ન હોય તે શક્ય નથી.
બનાવટી પુરાવાઓ તૈયાર કરવામાં આવ્યા.
પોતાના દાવા દરમિયાન તેમણે કહ્યું કે મને જેલમાં નાખવા માટે ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ તૈયાર કરવામાં આવ્યા. આવું કરતા સમયે પોલીસ વિભાગના અનેક અધિકારીઓને હું ઓળખતો હોવાથી મને સમયસર માહિતી મળી રહી હતી. અને દરેક વખતે અમે યથા યોગ્ય પગલાં લીધા જેને કારણે જેલમાંથી જવાથી બચી ગયા. વાત એમ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કદી પૈસા લઈને ડેપ્યુટેશન કર્યું નથી. જેને કારણે પોલીસ વિભાગના અનેક લોકો ને અમે ઓળખીએ છીએ. આ જ કારણથી અમારી વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ શકી નહીં.
આ સમાચાર પણ વાંચો: શરદ પવારની પરવાનગી સાથે સવારે શપથ લેવાનો પ્લાન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ખુલાસો
Join Our WhatsApp Community