News Continuous Bureau | Mumbai
તમને ફિલ્મ 3 ઈડિયટ્સનું તે દ્રશ્ય યાદ હશે, જ્યારે આમિર ખાન, શરમન જોશી અને આર માધવન લગ્નમાં બિનઆમંત્રિત દેખાયા હતા. પાછળથી ખબર પડે છે કે તેઓ જે લગ્ન (Wedding) માં બિનઆમંત્રિત પ્રવેશ્યા છે, તે તેમની જ કોલેજના પ્રિન્સિપાલની પુત્રીના લગ્ન છે. આ દરમિયાન કરીના કપૂર સાથે આમિરની પહેલી મુલાકાત પણ થાય છે. આવું જ કંઈક કરવાના પ્રયાસમાં ભોપાલ (Bhopal) માં એક MBA સ્ટુડન્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયો. તેણે આમંત્રણ આપ્યા વિના લગ્નમાં પ્રવેશ કર્યો અને પકડાઈ ગયો. પછી શું હતું, ઘરના લોકોએ તેને સજા કરી અને વાસણો ધોવાનું કામ આપ્યું. હવે આ MBA સ્ટુડન્ટ (MBA Student) નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
#Viral video : વગર આમંત્રણે #મહેમાન બનવું ભારે પડ્યું. #જાનૈયાઓ એ #MBAવિદ્યાર્થિ ને આપી #વાસણ ધોવાની સજા, #વીડિયો વાયરલ..#Bhopal #MBAstudnet #wedding #guest #punishment #Viralvideo #newscontinuous pic.twitter.com/FZLfrGvndK
— news continuous (@NewsContinuous) December 1, 2022
જબલપુરનો વિદ્યાર્થી
આ વિડીયો ભોપાલનો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં એમબીએના વિદ્યાર્થીનું નામ સમ્રાટ કુમાર જણાવવામાં આવી રહ્યું છે, જે જબલપુરનો રહેવાસી છે. વિડિયો બનાવનાર વ્યક્તિએ વિદ્યાર્થીનો ઇન્ટરવ્યુ લીધો જ્યારે તે વાસણ ધોતો હતો. લોકો આ વીડિયોને ખૂબ જ મજા સાથે શેર કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : પત્રકાર રવીશકુમાર એ બળાપો કાઢ્યો. કહ્યું પત્રકારત્વનો આ ભસ્મ યુગ છે અને આખેઆખો મીડિયા વર્ગ ગોદી મીડિયા છે.
Join Our WhatsApp Community