News Continuous Bureau | Mumbai
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર પ્રદેશના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગણેશ બેન્ઝોપ્લાસ્ટ લિમિટેડ (GBL)ના સ્થાપનો જ્યાં ખાદ્ય તેલ, ઈથેનોલ, લુબ્રિકન્ટ્સ, કેમિકલ વગેરેની આયાત કરવામાં આવે છે. વજનમાં અનિયમિતતા, ટેન્કરો ભરતી વખતે ખંડણી જેવા વિવિધ કારણોસર વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને દલાલો જીબીએલથી નારાજ હતા અને ગત 17મી ફેબ્રુઆરીએ વજનમાં મોટી માત્રામાં ગેરરીતિઓ સામે આવ્યા બાદ આ અન્યાય સામે આંદોલન કરવાનું મન બનાવી લીધું હતું.
પરિપત્રમાં આગળ તેમને જણાવ્યું કે, આંદોલન શરૂ કરતા પહેલા અમે વાતચીત અને મેઈલ દ્વારા પણ આ સમસ્યાઓ વિશે જાણ કરી હતી, પરંતુ સામેથી કોઈ પ્રતિસાદ કે નક્કર કાર્યવાહીની ખાતરી ન મળતા, આંદોલનની ભૂમિકા નક્કી કરવા માટે ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનની આગેવાનીએ શિવડીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્ર ટેન્ક લોરી ઓનર્સ એસોસિએશન, ખાદ્ય તેલ ટેન્કર ઓનર્સ એસોસિએશનના પદાધિકારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બધાએ સહમત થઈને આ અન્યાય સામે આંદોલન કરવાની રણનીતિ નક્કી કરી હતી. 1લી માર્ચથી હડતાળ પર જતા પહેલા પણ અમે આ અંગે જીબીએલના સીએમડી અને પદાધિકારીઓને મેઈલ દ્વારા જાણ કરી હતી, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા અમે 1લી માર્ચથી હડતાળ શરૂ કરી અને કોઈ ટેન્કર લોડ કરવા તૈયાર નથી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં મારપીટ બાદ હત્યા? આ રેલવે લાઈનની લગેજ કોચમાં મળી આવ્યો વૃદ્ધ મુસાફરનો મૃતદેહ.. મુસાફરોમાં ભયનો માહોલ
પરિપત્રમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આખરે બપોરે 2:00 વાગ્યાની આસપાસ જેબીએલના જનરલ મેનેજર નિહાતે ત્રણેય સંસ્થાઓના પદાધિકારીઓને ચર્ચા માટે આમંત્રિત કર્યા હતા. આ બેઠકમાં સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવતાં સંગઠનોએ તેમનું આંદોલન પાછું ખેંચ્યું હતું. આ આપણા સંગઠનની એકતા અને સત્યની જીત છે.
મહારાષ્ટ્ર ટેન્ક લોરી ઓનર્સ એસોસિયેશનના ખજાનચી વિજય સિંહે જણાવ્યું હતું કે અમારી માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ ત્રણેય સંગઠનોના સભ્યોમાં ખુશીનો માહોલ છે. એકતાથી આ શક્ય બન્યું છે. અમે ભવિષ્યમાં પણ બધા સાથે રહીશું અને જ્યારે પણ કોઈ સમસ્યા આવશે ત્યારે તેનો સામનો કરીશું.
ફેડરેશનના જનરલ સેક્રેટરી તરૂણ જૈને તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તેઓએ તેમની સંસ્થાના પદાધિકારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેથી જ આ સફળતા મેળવી છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે સાથે મળીને કામ કરીશું જેથી અમે કોઈપણ મોટા પડકારનો સામનો કરી શકીશું.
એડિબલ ઓઈલ ટેન્કર ઓનર્સ એસોસિએશનના સુભાષભાઈએ જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે “સંઘે શક્તિ કલયુગે” જે મંત્ર આજે સાકાર થયો છે. આ વિજય શ્રી શંકર ઠક્કરના શિરે છે, જેઓ અમારી ત્રણેય સંસ્થાઓનું નેતૃત્વ કરી રહ્યા છે, કારણ કે તેમના દ્વારા બનાવવામાં આવેલી વ્યૂહરચના અને માર્ગદર્શનથી આ શક્ય બન્યું છે, જેના માટે અમે તેમના હૃદયપૂર્વક આભારી છીએ..
આ સમાચાર પણ વાંચો : આવતીકાલથી ત્રણ દિવસ માવઠું થવાની શક્યતા, જાણો કયા દિવસે ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ.
Join Our WhatsApp Community